પુસ્તક સમીક્ષા

પુસ્તક સમીક્ષા

બાહ્ય સમીક્ષા 
૧) મુખપૃષ્ઠ:- 
                   આ પુસ્તકના મુખપૃષ્ઠ પર પુસ્તકનું નામ" મોર્ડન માન્યતાઓ" લાલ અક્ષર થી લખાયેલ છે તેની નીચે લંબચોરસ ખાનામાં "જેને સત્ય માની લેવું ફેશન માં છે" એવું લખ્યું છે. ત્યારબાદ એની નીચે લેખકનું નામ મુકેશ મોદી લખાયેલું છે. પુસ્તકના ચારેય ખૂણાઓ પર અલગ અલગ માન્યતાઓ લખાયેલ છે બીજા ખૂણા પર માનસિક માન્યતાઓ, ત્રીજા ખૂણા પર રાજકીય માન્યતાઓ અને ચૌથા ખૂણા પર આધ્યાત્મિક માન્યતાઓ લખાયેલ છે. આ બધું કાર્બનની રંગના પેન્ટની ડિઝાઇનમાં દર્શાવવામાં આવેલ છે.

૨) પુસ્તકનુ નામ - મોર્ડન માન્યતાઓ 
                            જેને સત્ય માની લેવુ ફેશનમાં છે
       આપેલ પુસ્તકનું નામ મોર્ડન માન્યતાઓ જેને સત્ય માની લેવું ફેશનમાં છે
૩) લેખકનુ નામ -મુકેશ મોદી 

૪) પ્રકાશકનુ નામ - ભગતભાઈ ભુરલાલભાઈ

૫) આવૃત્તિ- પ્રથમ આવૃતિ, જૂન ૨૦૧૨

૬) પ્રાપ્તિ સ્થાન- આર. આર. એન્ડ કંપની પ્રા. લિ.
1- ૧૧૦/ પ્રિન્સેસ સ્ટ્રીટ
અર્થ બાગ
મુંબઈ ૪૦૦.૦૦૨

2- દ્વારકેશ
 રોયલ એપાર્ટમેન્ટ પાસે, ખાનપુર
અમદાવાદ ૩૮૦ ૦૦૧
          આ પુસ્તક બે શહેરોમાંથી પ્રાપ્ત કરી શકાય છે એક મુંબઈ અને બીજું અમદાવાદ આ બંને શહેરમાંથી મળી શકે છે.

૭) કિંમત- રુ- 80/-
         આપેલ પુસ્તકની કિંમત પોષાય એવી છે. કેમ કે પુસ્તકમાં સમાજને જાણવા મળે એવી બાબતોને ધ્યાનમાં રાખતા તથા ૧૦૩ પેજનું પુસ્તક હોવાથી કિંમત યોગ્ય જણાય છે.

૮) અંતપૃષ્ઠ
        આપેલ પુસ્તકના અંતપૃષ્ટ પર એક વાત નક્કી છે એમ કરીને લેખકની નાની એવી વિચાર શ્રેણી રજૂ કરવામાં આવેલ છે.

૯) કુલ પેજ- ૧૦૩

૧૦) કાગળની ગુણવત્તા
         આપેલ પુસ્તકના કાગળની ગુણવત્તા સારી છે કાગળમાં લખાયેલું પાછળનું લખાણ આગળ દેખાતું નથી. કારણકે કાગળ જાડા છે. લાંબા સમય સુધી ચાલે એવા છે.

૧૧) પુસ્તકનું કદ- મધ્યમ કદ
        આપેલ પુસ્તકને એક હાથમાં યોગ્ય રીતે પકડી શકતા હોવાથી પુસ્તકનું કદ મધ્યમ વર્ગનું છે આપેલ પુસ્તક ને એક જગ્યાએ થી બીજી જગ્યાએ હાથમાં પકડી લઇ જઇ શકાય છે.

૧૨) બાંધણી- 
       આપેલ પુસ્તકની બાંધણી ચોંટાડવાવાળી વસ્તુથી કરવામાં આવેલ છે.બધા કાગળોને ગુંદર દ્વારા કે પછી બીજા પ્રવાહી જેનાથી પૃષ્ઠ ચોંટી શકે તેનાથી ચોંટાડવા માં આવેલ છે.

  
           

Comments

Post a Comment